શ્લોક : ૮૪
विष्णु: शिवो गणपति: पार्वति च दिवाकर: ।
एता: पूज्यतया मान्या देवता: पञ्च मामकै: ॥ ૮૪ ॥
અને અમારા જે આશ્રિત તેમણે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા. ॥ ૮૪ ॥
ભાવાર્થ
બીજા અજ્ઞાની જીવોને દેવને વિષે પૂજ્યભાવ રહે અને નાસ્તિકતા આવે નહિ - તેને અર્થે શ્રીજીએ, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવને પૂજ્યપણે માનવાના કહ્યા છે; વાસ્તવિક રીતે તો પ્રકટ પુરુષોત્તમ શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુના અનન્ય ઉપાસકને કોઈ દેવ-દેવીને વિષે મહત્તા કે સારપ મનાતી જ નથી, અને એમને જે માને છે તે શ્રીહરિના જાણીને માને છે. શ્રીજીમહારાજે પરોક્ષ ઉપાસનાવાળા મુમુક્ષુઓના સમાસને અર્થે આ 'શાસ્ત્રાચાર' લખ્યો છે, તે એકાંતિક ભક્ત હોય તેમણે પણ બીજાના સમાસને અર્થે અને શ્રીજીની પ્રસન્નતા માટે પાળવો.