આપણું બેસતું વર્ષ : ૪
તેજ તેજ અંબારમાં, તેજોમય મહારાજ,
આવ્યા અવની ઉપરે, કરવા જનના કાજ. ૧
જયકારી જય જય પ્રભુ, નામ ધર્યું ઘનશ્યામ,
પ્રગટ પ્રતાપ જણાવિયો, પોતે પૂરણ કામ. ૨
અવતારી અવતારના, સ્વામી સહજાનંદ,
નામ અનંત બહુનામીના, લેતાં થાય આનંદ. ૩
દિવ્ય અલૌકિક મૂરતિ, મહિમા અપરંપાર,
મુક્તવૃંદ સાથે ઘણાં, દિવ્ય સદા સાકાર. ૪
મંગળ એવા મહાપ્રભુ, મંગળ વર્ષ દિન માસ,
કરો મંગળ સૌ દાસનું, સદાય રહીને પાસ. ૫
આજના મંગળ પ્રભાતે શ્રીહરિનું ધ્યાન કરી આપણે પ્રાર્થના કરીએ કે હે મહાપ્રભુ ! આપના શરણાગત એવા જે અમો તેમને પોતાના બાળ જાણી અમૃત નજરે સેવજો.