ગઢડા મધ્ય : ૫૬

પ્રીતિને વખાણી છે અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક સિદ્ધમુક્તને મિષે કરીને સાધનિકની પ્રીતિમાં ભૂંડા દેશકાળાદિકે કરીને ફેર પડી જાય. પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તોને પોતાને વિષે પ્રીતિ છે. તેમાં ભૂંડા દેશકાળાદિકને યોગે પણ ફેર પડતો નથી. અમે પરમ સુખદાયી છીએ. અમારા વિના બીજા પદાર્થો અતિશય તુચ્છ ને અસાર છે, માટે અમારા ભક્તોએ પંચ વિષયનો ત્યાગ કરવો. (૧૮૯)