પત્ર : ૧૫૯
અનંત મુક્તો શ્રીજીમહારાજને આધારે છે, અક્ષરધામ પણ મૂર્તિને આધારે છે.
લાખ વર્ષ સુધી તપ કરે, વ્રત કરે, પણ મહારાજ ને મોટા મુક્તના રાજીપા વિના મૂર્તિનું સુખ ન મળે, એમ જાણી એમની પ્રસન્નતાનાં સાધન કરવાં, દાસપણું રાખવું. શ્રીજીમહારાજને ધર્મ વહાલો છે, તેથી ધર્મમાં દૃઢતા રાખવી.