કારિયાણી : ૮

અમારું તેજ અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે અને અક્ષરાદિક સર્વેનું આત્મા છે અને અક્ષરાદિક સર્વેથી અતિશય વિલક્ષણ છે અને એ વ્યાપક તેજ તે નિર્ગુણ એટલે સૂક્ષ્મ છે. એનું એ તેજ અક્ષરાદિક સર્વેનું આધાર થઈને બહાર રહ્યું છે તે સગુણ એટલે અતિશય અપાર છે અને એ બેય સ્વરૂપ છે તે અમારાં અલૌકિક ઐશ્વર્ય છે. જે ભક્ત આવી રીતે અમારું નિર્ગુણ સ્વરૂપ સમજે તેને કાળ, કર્મ, માયા બંધન કરવા સમર્થ થતાં નથી. જે ભક્ત આવી રીતે અમારું સગુણસ્વરૂપ સમજે તેને આઠે પહોર આશ્ચર્ય રહે છે. (૧૦૪)