ગઢડા મધ્ય : ૧૦
બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને અમે મૂળઅક્ષરાદિક સર્વેને વિષે વ્યાપક છીએ તે બ્રહ્મ અમારી કિરણ છે. મૂર્તિમાન સર્વેથી જુદા છીએ એવા અમને જાણીને અમારો આશ્રય કરે તે આત્યંતિક કલ્યાણને પામે છે. અમારા સુખને સર્વેથી અધિક જાણે તે વૈરાગ્યનું સ્વરૂપ છે. અમને સર્વ ક્રિયાને કર્તા થકા અકર્તા ને નિર્લેપ જાણે તે સાંખ્ય સંબંધી જ્ઞાન છે. વૃત્તીઓ સ્થિર કરીને અમારે વિષે જોડે તે યોગ સંબંધી જ્ઞાન છે. અમારાં મનુષ્ય ચરિત્રને દિવ્ય ને કલ્યાણકારી જાણીને દૃઢ આશ્રય કરે તે ભક્તિનું સ્વરૂપ છે. જ્ઞાન, વૈરાગ્યથી અમારે વિષે પ્રીતિ થવાનું દૈવત ભક્તિને વિષે અધિક છે. (૧૪૩)