પંચાળા : ૩
જે ભક્ત પોતાના અવગુણ ઓળખીને ટાળવાનો ઉપાય કરે ને બીજાના અવગુણ લે નહિ તે બુદ્ધિવાળો છે અને માને કરીને પોતાથી મોટાને ન્યૂન માને તે મૂર્ખ છે. નિર્ગુણ સત્તા જે અમારું તેજ તે રૂપ થઈને અમારે વિષે હેત કરવું ને સેવા કરવી પણ વિષયના સુખ સંબંધે કરીને અમારે વિષે હેત કરવું નહિ. ઇંદ્રિયો, અંતઃકરણને પંચ વર્તમાનના નિયમમાં રાખવાં. ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પોતાના ચૈતન્યને પૃથક્ માનવો. (૧૨૯)