ગઢડા પ્રથમ : ૭૪
સંપત મળવાથી વૈરાગ્ય કળાય છે. આપત્કાળથી સમજણ કળાય છે. અમારી ઇચ્છાથી સત્સંગનું ઉત્કૃષ્ટપણું થાય અથવા ગૌણપણું જણાય અથવા પોતાને માન, અપમાન થાય તેમાં રાજી રહેવું. અમારી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ. અમારે તપની રુચિ છે અને તમે અમારા દાસ છો માટે તમારે પણ તપની રુચિ વિશેષ રાખવી. અમે કાંઈક અંગીકાર કરીએ છીએ તે ભક્તની ભક્તિ જાણીને કરીએ છીએ. બીજા અવતાર કરતાં અમે અત્યંત ત્યાગી છીએ ને જીવોના કલ્યાણને અર્થે અમે તપ કરીએ છીએ માટે અમારા આશ્રિતો સર્વેને ત્યાગ વિશેષ રાખવો. અમારે આધિન રહીને અમારું ભજન કરવું.