સારંગપુર : ૧૦

ધર્મી ને અધર્મી એ બે પ્રકારના માણસનાં લક્ષણ કહ્યાં છે. ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવાનું કહ્યું છે. બાહ્યદૃષ્ટિવાળાની સમજણ મિથ્યા છે. આત્મદૃષ્ટિવાળાની સમજણ સત્ય છે ને એ મુક્ત છે ને એનું દર્શન તે સાક્ષાત્‌ ભગવાન જે અમે તે અમારા જેવું જ છે. ને જે એવા સંતનું અપમાન સહન કરીને એના સમાગમમાં પડ્યો રહે તેને પણ એ સંતના જેવો જાણવો અને તે સંતના જેવી જ એને પ્રાપ્તિ થાય છે. (૮૮)