ગઢડા મધ્ય : ૧૧

ધર્મ, અર્થ, કામને વિષે પ્રીતિ રાખીને સુકૃત કરે તેનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં ભોગવીને નરક ચોરાસીમાં જાય છે. તેનાં તે કર્મ અમારી પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય છે. અમારા ભક્તના દેહનો વ્યવહાર અજ્ઞાની જીવના જેવો જોઈને અવગુણ લેનારો નારકી થાય છે. અમારા ભક્તની ક્રિયા અમારી તથા અમારા મુક્તની સેવાને અર્થે છે. માટે તે નૈષ્કર્મ્યરૂપ ને ભક્તિરૂપ છે એમ જાણે તે જ્ઞાની છે. અમારા ભક્તની સેવારૂપ ક્રિયામાં અવગુણ લે તેને વિષે અધર્મ નિવાસ કરે છે. (૧૪૪)