લોયા : ૨

વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રીતિવાળો એ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય નથી રહેતો. જેમ મૂળપ્રકૃતિ સ્ત્રી આકારે છે તેનું કાર્ય મોટું છે. જેમ ચાર ભૂતનો મોટો વિસ્તાર છે ને તેના કારણ ગંધાદિક સૂક્ષ્મ છે. જેમ સૂર્યાદિકની મૂર્તિઓ મનુષ્યના જેવડી છે ને તેનું કાર્ય જે પ્રકાશાદિક છે તે અતિ વિસ્તારવાન છે તેમ અમે મનુષ્ય જેવડા દેખાઈએ છીએ તો પણ સર્વના કારણ છીએ. એવા પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે મનુષ્યના જેવડા છીએ પણ અનંત કોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવા ને અમારે વિષે લીન કરવા સમર્થ છીએ. અમારા એક એક રોમમાં એટલે કિરણોમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે, એવું અમારે વિષે અલૌકિકપણું ને મોટાઈપણું છે. (૧૧૦)