ગઢડા પ્રથમ : ૫૧
પૃથ્વીથી લઈને મૂળઅક્ષરાદિક સર્વેના કર્તા ને સર્વેના કારણ ને એ સર્વેમાં અમારી અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ને મૂળઅક્ષરાદિક સર્વથી પર એવા જે અમે તે જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ ત્યારે જે જીવ અમારા મુક્તનો સમાગામ કરીને અમારો મહિમા સમજે ત્યારે તે જીવના ઇંદ્રિયો, અંતઃકરણ સર્વે અમારા રૂપ થઈ જાય છે ત્યારે અમારું દર્શન અને અમારો નિશ્ચય થાય છે.