ગઢડા મધ્ય : ૬૧
અમારા કહેલા નિયમ તથા અમારો નિશ્ચય તથા અમારા ભક્તનો પક્ષ એ ત્રણ વાનાં જેને હોય તે પાકો સત્સંગી છે. અમારે ને અમારા સંતને અર્થે પોતાનું સર્વસ્વ કરી નાખે ને સત્સંગને અર્થે માથું દે અને અમે આજ્ઞા કરીએ તો પરમહંસ થાય તે સર્વે હરિભક્તમાં મોટો છે. ત્યાગી, કનક, કામિનીમાં લેવાય નહિ, ને નિયમ દૃઢ રાખે તે ત્યાગીઓમાં મોટો છે. જ્ઞાની કે ત્યાગી હોય તેણે પણ મોટા મનુષ્યનું સન્માન કરવું. (૧૯૪)