ગઢડા મધ્ય : ૨૪
સાંખ્ય નિષ્ઠાવાળા ભક્ત સર્વનાં સુખ-દુઃખનું પ્રમાણ કરી રાખે ને તેમાંથી વૈરાગ્ય પામીને અમારે વિષે પ્રીતિ રાખે એવું સમજણનું બળ હોય અને યોગ નિષ્ઠાવાળાને વિષમ દેશકાળે કરીને અમારી મૂર્તિમાંથી બીજે વૃત્તિ ચોટી જાય અને એ બે નિષ્ઠા ભેળી હોય તો અમારા વિના બીજે લોભાય નહિ, કેમ જે અમે તથા અમારા મુક્ત ને અમારું અક્ષરધામ તે વિના બીજા દેવોના વૈભવ તે સર્વને તે નાશવંત જાણે ને અમારે વિષે જ પ્રીતિ રાખે માટે તેને વિક્ષેપ આવે જ નહિ. (૧૫૭)