વડતાલ : ૫

અમને માયાથી પર જાણે તો તે ભક્ત માયાથી પર થાય છે. મહાપ્રલય જેવું દુઃખ આવે તે દીર્ઘ રોગાદિક તથા રાજા સંબંધી, નાત સંબંધી એવા ઘણાક પ્રકારનાં દુઃખ ને ઉપદ્રવ આવે તો પણ અમારા વિના કોઈને રક્ષાનો કરનારો જાણે નહિ. અમારી મરજી પ્રમાણે વર્તે તે અમારો શરણાગત છે. જેને અમારો નિશ્ચય થોડો હોય તેનાથી સત્સંગના ભીડામાં રહેવાય નહિ. અમારી ને અમારા ઉત્તમ લક્ષણવાળા સંતની સરખી સેવા કરે તેના ઉપર સો ગણા રાજી થઈને સો જન્મની કસર આ જન્મે જ ટાળીએ છીએ. (૨૦૫)