પત્ર : ૬૨

બાપાશ્રી આપણને એટલું જ સમજાવે છે કે સૌને દિવ્ય જાણો, મૂર્તિરૂપ જાણો. બહાર દૃષ્ટિમાં જગત છે ને અંતરદૃષ્ટિમાં ભગવાન છે. અને અનાદિ તો મૂર્તિસ્વરૂપ છે. તેમની દૃષ્ટિ તો મૂર્તિ આકારે જ છે.

સદ્‌. બ્રહ્માનંદ સ્વામીની પ્રાર્થનામાં છે કે,

‘મારું સર્વે આવ્યું છે મજરે,

દેખો છો અમૃતની નજરે.’

આવી અમૃત નજર મહારાજ તથા બાપાશ્રીની આપણા પર થઈ છે, આથી અધિક કાંઈ જાણવા-પામવાનું નથી.