સારંગપુર : ૧

પંચવિષયનો અતિશય ત્યાગ થાય તો જ મન જીત્યું જાણવું. ત્રણ દેહથી પોતાના આત્માને વિલક્ષણ સમજે અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક ધામોના તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિઓના સ્વામી જાણે અને અમને પોતાના આત્માને વિષે અખંડ વિરાજમાન જાણે અને અમારા એક રોમના સુખ આગળ અનંત જીવ, પુરુષ, બ્રહ્મ, અક્ષર તેમની કોટિઓનાં જે સુખ તેને અતિશય તુચ્છ જાણે, આવું અમારા સ્વરૂપનું જ્ઞાન થાય તેને જ સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય. આવી સમજણ વિનાનું ઝાઝું હેત જણાતું હોય તો પણ સારા વિષયની પ્રાપ્તિ થાય અથવા વિષયનું સુખ મટી જાય ત્યારે હેત રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. (૭૯)