પત્ર : ૧૦૬

મહારાજ એક જ ભગવાન છે, બીજા બધા અવતાર તથા મુક્ત તો તેમના આજ્ઞાધીન છે. માટે શ્રીજીમહારાજના આશ્રિતોને સર્વોપરી એક મહારાજને સમજવા, તે વિના કોઈનો ભાર ન રહે તેવી સમજણ દેહ છતાં કરી લેવી. ભાઈ આત્માનંદ સ્વામી ૧૧૭ વર્ષ રહ્યા, પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સર્વોપરીપણાની વાત સમજાવી ત્યારે ખબર પડી. આવા લખાણથી આપણે એ ભૂલ રહેવા ન દેવી, ને અખંડ મૂર્તિના આધારે રહેવું. ઘરમાં આવી સમજણ થવા ‘વચનામૃત’ તથા ‘વાતો’નું મનન કરાવવું ને એ એક જ વાત દૃઢ કરાવવી.