જેતલપુર : ૩
દુષ્ટ વાસના રાખે તે સુખી ન થાય. વર્તમાન બહાર સંકલ્પ થાય તથા અમારા ભક્તને વિષે અભાવનો સંકલ્પ થાય ત્યારે અમારું નરનારાયણ સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ વારંવાર કરે ને માહાત્મ્યે ને ધર્મે સહિત અમારી નવધા ભક્તિ કરે તેના હૃદયમાં વાસ કરીને વિષયની આસક્તિનો નાશ કરી નાખીએ. પંચવર્તમાન પાળે, પોતાને આત્મારૂપ માને, અમારાં ચરિત્ર દિવ્ય જાણે, અમારો નિશ્ચય હોય, અમારા ગમતામાં વર્તે, માન, કામાદિકનો ત્યાગ કરીને અમારી ભક્તિ કરે ને અખંડ સ્મૃતિએ સહિત અમારું ભજન કરે તેને અમારાં પ્રગટ દર્શન તુલ્ય સુખ આવે. જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે ને અમારા સ્વરૂપની દૃઢતા જ્ઞાને યુક્ત સાક્ષાત્કાર કરે તે સત્સંગમાં મોટો છે. (૨૩૨)