ગઢડા મધ્ય : ૨૯
જે થાકી રહ્યો હોય, પીડા પામ્યો હોય, અપમાન થયું હોય તથા સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય, તો પણ અમારી વાત સાંભળવામાં સાવધાન થઈ જાય, તે ભક્તને અમારે વિષે દૃઢ આસક્તિ જાણવી. પૂર્વનો બળિયો હોય અથવા એવી આસક્તિવાળા સંતની સેવાથી દૃઢ આસક્તિ થાય છે. (૧૬૨)