ગઢડા પ્રથમ : ૬૬
ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા હોય અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું, પણ તેજ પુંજ કહ્યા હોય ત્યારે તે તેજ સૂર્ય અને અગ્નિના પ્રકાશની પેઠે મૂર્તિનું સમજવું. તેમજ બ્રહ્મસત્તારૂપ એટલે અક્ષર બ્રહ્મરૂપ પ્રકાશ છે તે અમારી મૂર્તિનો છે અને અમે સદા સાકાર દિવ્યમૂર્તિ ને અનંત કલ્યાણ ગુણે યુક્ત છીએ. એકાંતિક સંત અમને દિવ્ય સાકાર, અક્ષરાતીત અનંત કોટિ મુક્તના તથા અક્ષરધામના આત્મા જાણે છે. અમે સદા સાકાર ને સર્વેના કારણ ને સર્વેના અવતારી છીએ.