કારિયાણી : ૧૨

પ્રધાન સુષુપ્તિને સ્થૂળ, સૂક્ષ્મ, ને કારણ ત્રણ દેહનું કારણ કહી છે. એ પ્રધાન સુષુપ્તિ ને ત્રણ દેહને જીવની માયા કહી છે. વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ઈશ્વરની માયા કહી છે. જીવની કારણ શરીર રૂપ માયાને વજ્રાસાર જેવી કહી છે. તે સંતના સમાગમથી અમને ઓળખીને અમારું ધ્યાન ને અમારા વચનમાં વર્તે તો કારણદેહ બળી જાય છે. સૂક્ષ્મ દેહને ને ક્ષેત્રજ્ઞને સમીપપણું છે માટે જાગ્રતમાં સાંભળેલી વાર્તાનું સૂક્ષ્મ દેહમાં મનન કરે તેનું ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે છે ત્યારે દૃઢ થાય છે. અમારો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત અમારી વાત સાંભળવાથી મન સ્થિર ને નિર્વિષયી થાય છે તેવું કોઈ સાધને કરીને થતું નથી. (૧૦૮)