ગઢડા પ્રથમ : ૪૮
પોતાની ચિત્ર મૂર્તિ પ્રમાણ કરી છે ને પ્રાતઃકાળે એ મૂર્તિ પૂજવાની આજ્ઞા કરી છે. ચાર પ્રકારના કુસંગથી તથા કામાદિક શત્રુથી રક્ષા કરજો એમ ચિત્રમૂર્તિની સ્તુતિ કરવાનું કહ્યું છે. એ ચિત્રમૂર્તિ અમે પંડે જ છીએ માટે અપૂજ્ય રહેવા દેવી નહિ. પંચવર્તમાનમાં રહીને પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિમાં અમે રહેશું.