ગઢડા મધ્ય : ૩૮
જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી અર્ધો વિમુખ છે. આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને અમારે વિષે અત્યંત ભક્તિ એ ચાર વાનાં હોય તે અમારો એકાંતિક ભક્ત છે અને તે ભક્ત દેહ મૂકે ત્યારે તેનો અમારે વિષે પ્રવેશ થાય છે. એકાંતિક ન હોય તેનો બ્રહ્મા અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે. એવા એકાંતિક ભક્તને દેહમાં હોય ત્યાં સુધી લોભી, કામી ને વાંઝિયાની પેઠે અમારી જ રટના રહે છે. (૧૭૧)