સારંગપુર : ૯

ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. કર્મે કરીને ગુણની પ્રવૃત્તિ છે. ધ્યાન કરવા ન દે એવા ગુણ જેને વર્તતા હોય તેણે પોતાને ગુણાતીત માનવું. અમારો મહિમા સમજવો જે જેમનું નામ લીધાથી સર્વે પાપ બળી જાય એવા આ ભગવાન શ્રી સ્વામિનારાયણ તે મને પ્રત્યક્ષ મળ્યા છે, એવો અમારો મહિમા સમજીને અમારી આજ્ઞામાં રહીને પોતાને પૂર્ણકામ માનવું. અમારા સંતનો સમાગમ કરે તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. ગૃહસ્થની પેઠે ત્યાગીએ વસ્ત્ર, અલંકારે કરીને અમારી પૂજા કરવી નહિ. પત્ર, પુષ્પ, ફળ ને જળે કરીને જ કરવી પણ પોતાના સ્થાન એટલે ધર્મથી ચળવું નહિ. (૮૭)