ગઢડા મધ્ય : ૫૭

સત્તારૂપ એવો જે આત્મા તેને માયાનું આવરણ નથી તો પરમાત્મા નારાયણ વાસુદેવ જે અમે તે અમારે વિષે તો કોઈજાતનું આવરણ હોય જ કેમ ? એવો અમારો મહિમા જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. જે પદાર્થ અમારાથી અધિક જણાય અને અમારા ભજનમાં આડું આવે તે મીનડિયો ભક્ત છે. અમારા સ્વરૂપનું જ્ઞાન કહેવામાં ઉપાધિ રહે તો પણ અમારી વાત કરવામાં કાયરપણું રાખવું નહિ. અમારે વિષે પ્રીતિ કરવામાં અધૂરું રહે ને દેહ પડે તો પણ ઇન્દ્ર કે બ્રહ્માના જેવો તો દેહ આવશે જ એમ નિર્ભય રહીને અમારું ભજન કરવું. (૧૯૦)