વડતાલ : ૧૪

વર્ણાશ્રમના ધર્મથી બાહ્ય વર્તતો હોય એવા કુપાત્રને પણ અમારો કે અમારા સંતનો ગુણ આવે તો તેનું પાપ બળી જાય છે ને તે પવિત્ર થાય છે ને અમારે વિષે ચિત્ત ચોટે છે ને સમાધિ થાય છે. વર્ણાશ્રમના ધર્મ પાળતો હોય ને તે અમારો કે અમારા સંતનો દ્રોહ કરે તો તે પંચમહાપાપીથી વધુ પાપી છે અને પંચમહાપાપી અમારો કે અમારા સંતનો આશરો કરે તો અતિ પવિત્ર થાય ને તેને સમાધિ થાય માટે વિમુખ પાપી જાણે તે પાપી નથી ને ધર્મી જાણે તે ધર્મી નથી. (૨૧૪)