પત્ર : ૬૧

મહારાજે સંતો તથા હરિભક્તોના મોક્ષને અર્થે દૃષ્ટાંત દઈ વાત કરી છે કે રાજાએ યુદ્ધમાં જીત મેળવી અને લશ્કરના આગેવાનોને ઈનામ આપવાનું કહ્યું. ત્યારે તે આગેવાનો કહે : અમે જ્યાં જ્યાં જીત કરી તે મહાજનની સહાયથી કરી, કેમ કે તેમણે અમને જમવાની તથા જોઈતી સામગ્રી પૂરી પાડી, જેથી અમે સારી રીતે લડ્યા. તેથી અમને મદદ કરનારને પહેલાં ઈનામ આપો. તેમ બાઈઓ જે જે કરે છે તે પોતાના પતિની સહાયથી કરે છે. તે બધું મહારાજની નજરમાં છે તેથી બાઈઓને મોજ મળશે તે સાથે જ કે તેથી અધિક મોજ સહાય કરનાર ગૃહસ્થ હરિભક્તોને પણ મળશે. એમ બંને આત્યંતિક મોક્ષના સરખા ભાગિયા છે. બાપાશ્રીએ તો પોતાપણું જ કઢાવી નાખ્યું છે તે એમ કે મહારાજને કર્તા જાણવા.