ગઢડા પ્રથમ : ૩૫
જેની બુદ્ધિમાં અમારો તથા અમારા મુક્તનો અવગુણરૂપ દોષ હોય તે તથા તેની વાત સાંભળનારો એ બે કલ્યાણના માર્ગથી પડી જાય છે. જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે થોડી હોય તો પણ તે કલ્યાણને માર્ગે ચાલે છે. દૂષિત બુદ્ધિવાળો અમારા સન્મુખ થાય જ નહિ. ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ એ ચાર વાનાં ન રાખે તેની બુદ્ધિ આસુરી ન થાય.