ગઢડા પ્રથમ : ૨૩

ત્રણ દેહથી પર જે પોતાનો જીવાત્મા તેને ચૈતન્યરૂપ જે અમારું તેજ તે રૂપ માનીને, તેમાં અમારી આ પ્રગટ મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો પોતાના સ્વરૂપને તથા તે સ્વરૂપને વિષે આ અમારી મૂર્તિને અતિશય પ્રકાશમાન દેખે અને તેને અમારા ચરિત્રને વિષે સંશય થાય નહિ. અને અમારી આ મૂર્તિમાં એક વૃત્તિ પ્રેમે યુક્ત ને બીજી વૃત્તિ વિચારે યુક્ત અખંડ રાખવે કરીને એવી સ્થિતિ થાય છે.