પત્ર : ૧૫૩

હેત કરવા જેવા એક શ્રીજીમહારાજ છે, અને તેમના મુક્ત પણ છે, છતાં મહારાજ જેવું કોઈને વિષે હેત ન રાખવું, તેમ મહારાજ ભલામણ કરે છે.

જેને મહારાજનો ખરો રાજીપો લેવાની ઉતાવળ હોય તેને બીજાં નામ, બીજાં રૂપ, બીજાં વખાણ - તેમાં ખોટી થાવું નહિ, અને સર્વેમાંથી વૃત્તિ તોડી એક મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડવી.