પત્ર : ૧૫૨

આપણા સાચા મા-બાપ તો મહારાજ છે. તેમના સામી સુરતા રાખવી. મૂર્તિ સંભારી બધું કામ કરવું.

મોટામાં મોટું નિયમ એ છે કે મહારાજને ઘડીએ વિસારવા નહિ.

કાઠીઓને મહારાજે શીખડાવ્યું છે કે ‘‘હું ને મારો ઠાકોર’’ તેમ મહારાજ ને આપણે - બે જ, એટલે મહારાજ આપણી ભક્તિ જોઈ રાજી રાજી થાય.

મોટાને ઓળખ્યા પછી જેવા તેવાની વાત સાંભળી અંતરમાં ગોટા ન ઘાલવા.

કામકાજ થઈ રહે કે તરત મહારાજને લઈને બેસવું.