લોયા : ૧૨

સવિકલ્પ ને નિર્વિકલ્પ નિશ્ચયના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ટ ભેદનાં લક્ષણ કહ્યાં છે. વક્તાને વિષે દેશાદિકનું શુભ-અશુભપણું અને શ્રોતાઓને વિષે આસ્તાનું મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને નિશ્ચયના ભેદ પડે છે. ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા તથા રૂડા દેશાદિક હોય તથા શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય. (૧૨૦)