ગઢડા મધ્ય : ૨૫

વાસના રહિત ગૃહસ્થ દેહ મૂકીને અક્ષરધામને પામે અને વાસનાવાળા ત્યાગીને દેહ ધરવો પડે. સંતની સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના નાશ પામી જાય. ગૃહસ્થને ચક્રવર્તી રાજ્ય મળે કે બ્રહ્માદિકની પદવી મળે તો પણ સંતની આગળ દીન આધિન રહે અને ત્યાગીને અમારા જેવાં ઐશ્વર્ય આવે તો પણ દીન આધિન રહે તેના ઉપર અમારી અતિશય પ્રસન્નતા થાય છે. (૧૫૮)