ગઢડા પ્રથમ : ૮

ઈન્દ્રિયોની ક્રિયાને અમારી તથા અમારા ભક્તની સેવામાં રાખવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો ભ્રષ્ટ થઈને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તીને એકાંતિક સાધુનો સંગ કરવાથી અમારી મૂર્તિ વિના માયિક વૈભવમાં તથા મૂળઅક્ષરાદિકના ઐશ્વર્યમાં તથા અમારા તેજરૂપ માનવે કરીને જ મોટપ માને, ને તે મોટપ કોઈની મુકાવી મૂકે નહિ, ને અમારી મૂર્તિને સદાય દેખે, ને અક્ષરાદિકના ઐશ્વર્યમાં બંધાય નહિ, ને માયિક સુખ કોઈને આપવું તે રુચે નહિ, કેવળ જીવોને અમારા ધામમાં લઈ જવા એ જ રુચે, એ અમારા મુક્તનું અંગ છે. એવું અંગ સર્વેને કરવું.