ગઢડા પ્રથમ : ૨૧
સ્વધર્માદિક ચાર સાધન દૃઢ કરે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. એ ચાર સાધન તે એકાંતિક ધર્મ છે. સર્વ ક્રિયામાં અમારી મૂર્તિનું ચિંતવન કરવું અને દેહગોહાદિકને અસત્ય જાણીને તેથી પોતાનું સ્વરૂપ જુદું માનીને, ધર્મે સહિત અમારી નિષ્કામ ભક્તિ કરવી. અમારો મહિમા સમજવા માટે સાધુનો સંગ રાખવો. અમારા પ્રતાપે પશુનું પણ કલ્યાણ થાય છે અને અમારો એકાંતિક ભક્ત અર્ચિતમાર્ગે કરીને અક્ષરધામને પામે છે, ને અમારી સેવામાં રહે છે. અને તે અક્ષરધામનાં બે સ્વરૂપ છે. મુક્ત સર્વે અમારા દાસ છે ને અમે સર્વેના સ્વામી છીએ. અમારા વિના બીજી વાસના રહી ગઈ હોય, તેને સિદ્ધિઓ દેખાય તેમાં મોહ પામે તો મોટું વિઘ્ન થાય.