ગઢડા મધ્ય : ૪૮
જેને અંતઃકરણમાં અમારું ચિંતવન રહે, તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહિ. દેહમાં રહ્યો થકો પણ મુક્ત થઈ રહ્યો છે ને તેને કાંઈ પણ બાકી રહ્યું નથી. જેને બીજા પદાર્થનું ચિંતવન કરતાં દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી. જેને અમારું ચિંતવન થઈ ન શકે તેને ધર્મ, જ્ઞાનાદિક સાધને યુક્ત એવા અમારા સાધુના સંગમાં એટલે મન, કર્મ, વચને અનુવૃત્તિમાં રહેવું એમ સંતમાં પડી રહેવું, તેણે કરીને એ સંતના જેવા ગુણ આવે ને મોક્ષ થાય. અમારે ફેર જન્મ ધરવાનું નિમિત્ત નથી તો પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવા ઇચ્છીએ છીએ. જેને અમારું ચિંતવન થાય તેનાં માબાપ પણ કૃતાર્થ છે. જે અમારા વિના બીજું ચિંતવન કરે છે તે તો અતિશય ભૂલ્યો છે. અમારા બ્રહ્મવેતા સાધુનો સંગ ને અમારું સાક્ષાત્ દર્શન તે તો મહાદુર્લભ છે, માટે અમારા વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ, એ અમારો એકાંતિક ભક્ત છે. (૧૮૧)