ગઢડા છેલ્લું : ૮
વૈરાગ્ય ને સ્વધર્મ એ બે સાધને કરીને સર્વે ઇંદ્રિયોને જીતીને વશ કર્યાં હોય, અમારે ને અમારા ભક્તને વિષે પ્રીતિ ને મિત્રભાવ હોય, અમારા ને અમારા ભક્તના સંગે જ રાજી રહે ને વિમુખની સોબત ગમે જ નહિ તે આ લોક-પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. ઇંદ્રિયો વશ ન કર્યાં હોય તે દુઃખિયો રહે છે. જે પોતાના દોષને દેખે નહિ ને અમે ને અમારા ભક્તથી મન નોખું પડી જાય એટલે અમારે વિષે ને અમારા ભક્તથી મન નોખું પડી જાય એટલે અમારે વિષે ને અમારા ભક્તને વિષે હેત ન રહે, ને બેપરવાઈ એટલે અમારા ભક્તને મોક્ષના દાતા જાણીને તેની ગરજ ન રાખે તેને અમારી ભક્તિમાં મોટું વિઘ્ન છે. (૨૪૨)