ગઢડા મધ્ય : ૧

વિષયની આસક્તિએ ને દયાએ કરીને સમાધિમાંથી પાછું અવાય છે. રમણીક વિષયમાં આસક્તિ એ મોહ થવાનો હેતુ છે, તેને સંત, ગુરુ તથા ઈષ્ટદેવ પાછો વાળે તો દ્રોહ કરે પણ વળે નહિ. આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને અમારું માહાત્મ્ય જાણવાથી મોહ ટળે ત્યારે સિદ્ધદશા આવી જાણવી ને કૃતાર્થ માનવું. (૧૩૪)