આપણું બેસતું વર્ષ : ૯

નૂતન વર્ષે નવનિધિ, દિવ્ય ચિંતામણિ જેહ;

અક્ષરધામના અધિપતિ, પુરુષોત્તમ પ્રભુ તેહ.

સ્વામિનારાયણ નામ જે, સ્વામી સહજાનંદ;

મનોહર સુંદર મૂરતિ, સદાય આનંદકંદ.

અવતારી સર્વોપરી, સર્વ નિયંતા રાજ;

મંગળ દિન પ્રભુ આજનો, મહેર કરો મહારાજ.

વંદન કરી સ્તવન કરું, ધરું અંતરમાં ધ્યાન;

દર્શન દેજો દાસને, ભક્તવત્સલ ભગવાન.

જન્મ ધરે કરોડો કદિ, તપ કરે યુગ અપાર;

અવિનાશી પ્રભુ ન મળે, એવા ધર્મકુમાર.

ભક્તિધર્મના ભુવનમાં, ખેલ કરે ઘનશ્યામ;

અખંડ તેજોમય શ્રીહરિ, સુંદર સુખનાં ધામ.

ઉત્તમ દિન પ્રભુ જાણીને, આવો શ્રી પરમેશ;

અનંત મુક્તના મધ્યમાં, શોભો નટવર વેશ.

કૃપા કરો કરુણાનિધિ, મહેર કરો મુનિભૂપ;

પ્રૌઢ પ્રતાપ જણાવતાં, સુંદર વર સુખરૂપ.

: જય શ્રી સ્વામિનારાયણ :