ગઢડા મધ્ય : ૪૦

જાણે-અજાણે અમારા ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તેના નિવારણ સારુ અમારી પૂજા કરતી વખતે અમને એક પ્રણામ અધિક કરવો. અમારા ભક્તના દ્રોહે કરીને ભૂંડું થાય છે અને સેવાએ કરીને રૂડું થાય છે. લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચાર વડે કરીને અમારા ભક્તનો દ્રોહ થાય છે. (૧૭૩)