પત્ર : ૧૯
દિન પ્રતિદિન સત્સંગનો ચડતો રંગ રાખવો. શ્રીજીમહારાજે અક્ષરધામમાંથી આ લોકમાં પોતાની દિવ્યસભાએ સહિત દર્શન આપ્યાં, અને એ સભા મૂર્તિ સાથે જ છે. અક્ષરધામમાં મુક્તોની સભા તેજોમય ફરતી બેઠી છે, મૂર્તિમાં પણ રસબસભાવે અનંત મુક્ત છે. મૂર્તિ ભેળા મુક્તો છે. તે બહાર આવતા જ નથી. જેમ દેહ અને જીવ સાથે જ છે તેમ મહારાજની મૂર્તિ આકારે આકાર, દિવ્ય તનુએ સદા દિવ્ય સાકાર અનાદિ મુક્તો છે. તેવી સમજણ તે અનાદિની સ્થિતિની છે. પરમ એકાંતિકને દિવ્ય સાકારપણે સન્મુખ દર્શન છે, તે પણ મૂર્તિ આકારે મુક્તો છે.