ગઢડા છેલ્લું : ૧૨

કલ્યાણ ઇચ્છવું હોય તેને માન રાખવું નહિ, ને દાસ થઈને રહેવું. અમારો કે અમારા ભક્તનો અવગુણ લેનારો ને તેની વાત સાંભળનારો બેય વિમુખ થાય છે ને એ પાપથી છૂટવાનો કોઈ ઉપાય નથી ને એના જીવનો પણ નાશ થઈ જાય છે. સંબંધી હરિભક્ત હોય તો પણ તેના સાથે હેત કરનારનું કલ્યાણ થાય નહિ. અમારે વિષે જ પ્રીતિ રાખીને અમારું ભજન કરે તેને કલ્યાણમાં વિઘ્ન થાય જ નહિ. (૨૪૬)