સારંગપુર : ૨

રૂપ, કામ, લોભ ને સ્વાર્થે કરીને અમારે વિષે હેત કરે તે અંતે નાશ પામે છે. વચને, દેહે ને મને કરીને જે ગુણ તેણે કરીને અમારે વિષે હેત થયું હોય તે નાશ નથી પામતું. તે ગુણે કરીને અમારે ને ભક્તને પરસ્પર હેત થાય છે. તે પ્રમાણે વર્તવાની વિક્તિ કહી છે. મનુષ્ય આગળ વાત કરવી પણ અમારાં દર્શન કરતી વખતે બીજાં દર્શન કરવાં નહિ અને નેત્રને ને શ્રોત્રને વિશેષે નિયમમાં રાખવાં. (૮૦)