ગઢડા છેલ્લું : ૯
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર સાધને સંપન્ન એવા અંતર્દૃષ્ટિવાળા અમારા એકાંતિક સંત છે, તે હૃદયને વિષે જાણપણારૂપ અમારાં ધામનો દરવાજો ત્યાં રહે છે. એ જાણપણાની માંહી જે અક્ષરધામ તેમાં અમારાં દર્શન કરે છે. અમારા ભેળું પોતાના હૃદયને વિષે બીજું માયિક પદાર્થ પેસવા દેતા નથી એવી રીતે અંતર્વૃત્તિએ અમારી સેવા કરે છે ને દેહની ક્રિયા પણ કરે છે; ને પોતાની સ્થિતિમાંથી પણ ડગતા નથી એવી રીતે સર્વને વર્તવું. (૨૪૩)