ગઢડા પ્રથમ : ૪૪

અમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તે સ્નેહનું રૂપ છે. સત્પુરુષને પ્રસંગે કરીને અમારે વિશે દૃઢ પ્રીતિ થાય છે. જગતનો પ્રસંગ કરે તો અમારે વિષે એવી પ્રીતિ થાય નહિ. દેહમાંથી ને સંબંધીમાંથી અહંમમત્વ ટાળીને, પોતાના આત્માને અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે રૂપ માનીને, વાસના ટાળીને, સ્વધર્મમાં રહીને અમને ભજે ત્યારે સાધુ થવાય.