સારંગપુર : ૧૮

સાચા સંતના યોગથી સ્વધર્માદિક કલ્યાણકારી ગુણ પ્રગટ થાય છે ને કામાદિક વિકાર બળી જાય છે. કુસંગના યોગથી વૈરાગ્ય વિવેકાદિક ગુણ નાશ પામે છે, માટે કુસંગ ન કરવો. અયોગ્ય સ્વભાવ સંતના સમાગામથી જ ટળે છે, સત્સંગ કરે ને તપાસ કરે તો સર્વે સ્વભાવ નાશ પામે છે. યુવાની અવસ્થામાં કામાદિક શત્રુએ રહિત એવા સંતનો સમાગમ રાખે તો તે અવસ્થાને તરી જાય. મોટા પુરુષને વિષે દોષ પરઠે તે દોષ તેને વિષે આવે છે ને મોટા પુરુષના સ્વભાવને કલ્યાણકારી જાણીને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો મલિનતા મટી જાય છે. સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. દોષને વિષે ગુણ માન્યો હોય તો તે ટળે નહિ અને દોષરૂપ જાણે તો ટળે છે. (૯૬)