ગઢડા પ્રથમ : ૪૦

અમારા તેજરૂપ અક્ષરધામના સાધર્મ્યપણાને પામીને અમારી મૂર્તિમાં સ્નેહે કરીને જોડાઈ જાય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, જેને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય એટલે અમારી મૂર્તિને દેખતો હોય પણ બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને એમના મુક્ત જેવો થાઉં; એવો વિકલ્પ રહે તે સવિકલ્પ સમાધિવાળો છે. નવ પ્રકારે અમને ભજે તે ભક્તિ છે. અમને સદા સાકાર જાણીને અમારે વિષે સ્વામી સેવકભાવ રાખવો તે ઉપાસના છે.