પત્ર : ૧૬૯

આપણે સદાય મૂર્તિનો આનંદ રાખવો. નિશાન મૂર્તિનું ન હોય ને ગમે તેવું બળમાં બોલે પણ કાંઈ વળે નહિ, ને કાંઈ લખે તો લખતાં ય આવડે નહિ. મોટાએ દૃષ્ટાં દીધું છે : મોર કળા પૂરે ત્યારે આગળ સારું લાગે પણ વાંસે શોભે નહિ, તેમ જેને મહારાજની મૂર્તિ વિના બીજે હેત રહે છે તેને મોટી ખોટ આવે છે. સત્સંગમાં કેટલાય દેખાવ કરે છે, મોટા થઈ બેસે છે, પણ તેના અંતરમાં સુખ નથી હોતું. આપણા તો અહોભાગ્ય છે કે મહારાજ તથા મોટાના રાજીપામાં આવી ગયા છીએ, તથા રાત દિવસ મહારાજને સંભારી સુખિયા રહેવું.