પત્ર : ૬૯
આપણે શ્રીજીમહારાજના છીએ અને એ આપણા છે. તેથી જેમ માબાપને છોકરાંઓ વહાલાં હોય તેમ મહારાજને આપણે વહાલા રહેવું. આપણું જીવન એ છે. ‘‘ગિરધારી રે ગિરધારી, મારે નિર્ભે અખૂટ નાણું ગિરધારી.’’ એ આપણું જીવનધન છે, આત્યંતિક મોક્ષ એ મૂર્તિથી જ છે. એ જેમ કરશે તેમ ઠીક જ કરશે. અનંતકોટી બ્રહ્માંડની એમને ફિકર છે તો આપણા પર તો અમૃત નજર હોય જ.